Indian IPC kalmo gujrati & hindi me

             STEP : 1 : પ્રારંભ 

કલમ-1 : અઘિનિયમનું નામ અને તેનો અમલ વિસ્તાર. 

  • આ અઘિનિયમ 'ભારતીય ફોજદારી અઘિનિયમ' (indian Penal code) તરીકે ઓળખાશે અને તેનું કાર્યક્ષેત્ર જમ્મુ અને કાશ્મીર સિવાયના સમ્પુર્ણ ભારત દેશમાં લાગુ પડશે. 

કલમ - 2 : ભારતમાં કરેલા ગુનાની સજા. 

  • આ અઘિનિયમ અંતર્ગત દોષિત ઠરેલ દરેક વ્યક્તિ આ અઘિનિયમ મુજબ સજા પાત્ર થશે અને બીજી અન્ય રીતે નહીં થાય. 

કલમ - 3 : ભારતના રાજ્યક્ષેત્ર બહાર કરેલા ગુના પણ ભારતના કોઈ કાયદા મુજબ તે ગુના સામે ભારતમાં ગુનો કરાયો હોય તેમ અંતર્ગત કાર્યવાહી થશે. 

કલમ - 4 : રાજ્યક્ષેત્ર બહારના ગુનાને અધિનિયમ લાગુ પડશે નહીં 

કલમ - 5 : આ અઘિનિયમથી અમુક કાયદાઓને લાગુ પડશે નહીં.

  • ઉ. દા રાજ્ય સેવકો સંબધિત ગુનાઓની શિક્ષા માટે કરેલા અધિનિયમ કે ખાસ સ્થાનિક કાયદાની જોગવાઈઓને IPCની અસર થશે નહીં. 

          STEP : 2 : સ્પષ્ટીકરણ 

કલમ - 6 : અઘિનિયમની વ્યાખ્યાઓ,અપવાદોને આધિન છે એમ સમજવું 

કલમ - 7 : એક વાર સમજૂતી આપેલા શબ્દપ્રયોગનો ભાવ 

કલમ - 8 : જાતિ. 

કલમ - 9 : વચન. 

કલમ - 10 : પુરૂષ,સ્ત્રી 

કલમ - 11 : વ્યક્તિ. 

કલમ - 12 : લોકો 

કલમ - 13 : 'રાણી' ની વ્યાખ્યા એ. ઓ. 1950 થી રદ કરવામાં આવી છે. 

કલમ - 14 : સરકારી નોકર. 

કલમ - 15 : 1937 માં રદ 

કલમ - 16 : 1937 માં રદ 

કલમ - 17 : સરકાર. 

કલમ - 18 : ભારત (અહીં જમ્મુ - કાશ્મીર રાજ્ય સિવાયનું ભારતીય રાજ્યક્ષેત્ર). 

કલમ - 19 : ન્યાયાધીશ 

કલમ - 20 : ન્યાયાલય (કોર્ટ) 

કલમ - 21 : રાજ્ય સેવક ( રાજ્ય કે કેન્દ્ર સરકારની નોકરીમાં પગારદાર કર્મચારીઓ,અધિકારીઓ,સંરક્ષણ દળોના કમિશન ધરાવતા અધિકારીઓ,ન્યાયાધીશ,જ્યુરી સભ્ય,એસેસટ,લવાદી) સ્થાનિક સતા મંડળો,પ્રાંતના, રાજ્યના કે કેન્દ્ર ના કોઈ કાયદાથી સ્થાપિત કોર્પોરેશન અથવા કંપની ધારામાં વ્યાખ્યા કરેલ સરકારી કંપનીની નોકરીમાં હોય તે વ્યક્તિ. 

કલમ - 22 : જંગમ મિલકત. 

કલમ - 23 : ગેરકાયદે લાભ. 

કલમ - 24 : બદ દાનતથી

કલમ - 25 : કપટપૂર્વક 

કલમ - 26 : કોઈ વાત માનવાનું પૂરતુ કારણ હોય તો તે વાત માનવાને કારણે કહેવાય. 

કલમ - 27 : જ્યારે કોઈ મિલકત તેની પત્ની,નોકર કે કારકુનના કબજામાં હોય ત્યારે તે મિલ્કત તે વ્યક્તિના કબજામાં છે તેમ કહેવાશે. 

કલમ - 28 : 'ખોટી બનાવટ કરવા બાબત' 

કલમ - 29 : દસ્તાવેજ. 

કલમ - 29A : ઈલેક્ટ્રોનિક રેકર્ડ. 

કલમ - 30 : કિંમતી જામીનગીરી. 

કલમ - 31 : વસીયતનામું (વીલ). 

કલમ - 32 :કૃત્ય ના ઉલ્લેખ કરતાં શબ્દોમાં ગેરકાયદેસરનાં  કાર્યલોપનો સમાવેશ થાય છે 

કલમ - 33  : કૃત્ય,કાર્યલોપ. 

કલમ - 34 : સામાન્ય ઈરાદો. 

( જુદી જુદી વ્યક્તિઓએ પોતાનો સામાન્ય   ઈરાદો પાર પાડવા ગુનાહિત કૃત્ય કર્યું હોય તો તે કૃત્ય પોતે (દરેક વ્યક્તિ પૈકી) એકે જ કર્યું હશે તે રીતે જવાબદાર બનશે) 

 કલમ - 35 : ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે 

કલમ - 36 : અંશતઃ કૃત્યથી અને અંશત - કાર્યલોપથી નીપજેલું પરીણામ 

કલમ - 37 : જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીનુ એક કૃત્ય કરીને સાથ આપવા બાબત 


કલમ - 38 : ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોય શકે. 


કલમ - 39 : 'સ્વેચ્છાપુર્વક' 


કલમ - 40 : ગુનો. 


કલમ - 41 : અમુક વિશિષ્ટ બાબતોને લાગુ પડતો ખાસ કાયદો. 


કલમ - 42 : સ્થાનિક કાયદો. 


કલમ - 43 : 'ગેરકાયદે','કરવા માટે કાયદેસર બંધાયેલી'


કલમ - 44 : ઈજા.


કલમ - 45 : જીવન.


કલમ - 46 : મૃત્યું. 


કલમ - 47 : પશુ. 


કલમ - 48 : વહાણ. 


કલમ - 49 : વર્ષ, મહીનો. 


કલમ - 50 : કલમ. 


કલમ - 51 : સોગંદ. 


કલમ - 52 : શુધ્ધબુધ્ધિ. 


          STEP : 3 : શિક્ષા


કલમ - 52A : આશરો આપવો. 


કલમ - 53 : શિક્ષાની જોગવાઈ. 

  • મોત,આજીવન કેદ, કેદ (સખત મજૂરી સાથેની કેદ અને સાદિ કેદ) મિલકત જપ્ત કરવી,દંડ. 

કલમ - 53A : દેશ નિકાલ. 

  • આજીવન દેશ નિકાલનો અર્થ આજીવન કેદ છે. 

કલમ - 54 : મોતની સજા હળવી કરવા અંગે. 

(14 વર્ષ સુધીની કે કાયદાનાં ઠરાવેલી બેમાંથી ગમે તે સજામાં ફેરવી શકાશે) 

કલમ - 55 : આજીવન કેદની સજા હળવી કરવા અંગે. 

  • (14 વર્ષ સુધીની બેમાંથી ગમે તે એક પ્રકારની કેદની સજામાં ફેરવી શકાશે) 

કલમ - 55A : ' યોગ્ય સરકાર ' ની વ્યાખ્યા. 

  • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. 

કલમ - 56 : 1949 માં રદ કરી. 

કલમ - 57 : સજાની મુદતના ભાગો. 

  • આજીવન કેદની સજાને 20 વર્ષની કેદની સજા બરાબર ગણવામાં આવશે. 

કલમ - 58 : 1955 માં રદ કરી. 

કલમ - 59 : 1955 માં રદ કરી. 

કલમ - 60 : (કેદના અમુક કેસોમાં) બધી અથવા અંશતઃ સજા સખત અથવા સાદી કરી શકાશે. 

કલમ - 61 : 1921 માં રદ કરી. 

કલમ - 62 : 1921 માં રદ કરી. 

કલમ - 63 : દંડની રકમ. 

  • (દંડ રકમનો ઉલ્લેખ ન હોય ત્યારે દંડની રકમ ગુનેગારને ધ્યાનમાં રાખીને વધારે પડતી ન હોય તેવી અમર્યાદિત છે.) 

કલમ - 64 : દંડ ન ભરાય તો કેદની સજા અંગે. 

  • દંડની સજા કે કેદ સાથે દંડની સજાના કિસ્સામાં ગુનેગાર દંડ ન ભરે તો તેણે અમુક મુદત સુધી કેદ ભોગવવી એ મુજબનો ઓર્ડર કરવાની કોર્ટેને સત્તા રહેશે. 

કલમ - 65 : કેદની અને દંડની સજાને પાત્ર હોય તેવા કિસ્સામાં દંડ ન ભરાય તો કેદની મુદત અંગે. 


  • તે ગુના માટે નક્કી કરેલી વધુમાં વધુ મુદતના 1/4 ભાગ કરતા વધુ હોવી ન જોઈએ. 

કલમ - 66 : દંડ ન ભરવા માટે કેદનો પ્રકાર. 



  • તે ગુના માટે ગુનેગારને જે પ્રકારની કેદની સજાનો હુકમ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારની કેદની સજા થઈ શકશે. 

કલમ - 67 : ગુનો માત્ર દંડની સજા પાત્ર હોય તેવા કિસ્સામાં દંડ ન ભરે તો કેદની મુદત અંગે. 

  • દંડની રકમ 50 રૂપિયા કરતાં વધુ ના હોય તો વધુમાં વધુ 2 મહિનાની મુદતની કેદ,જો દંડની રકમ 100 રૂપિયાથી વધુ ન હોય તો વધુમાં વધુ 4 મહિનાની મુદતની કેદ અને બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદ્દતની કેદ થઈ શકે. 

કલમ - 68 : દંડ ભરી આપતા કેદનો અંત આપવા અંગે. 

  • દંડ ન ભરવાની કેદ થઈ હોય ત્યારે જ

કલમ - 69 : દંડનો પ્રમાણસર ભાગ આપતા કેદનો અંત આપવા અંગે. 

  • દંડ ન ભરેલ હોય તેવા કિસ્સામાં થયેલ કેદનો અંત આપવા ભોગવેલ કેદ પ્રમાણે ભોગવવાની કેદની મુદ્દત પ્રમાણે દંડ નો આપતા હોય બાકીની કેદનો સજાનો અંત આવશે. 

કલમ - 70 : છ વર્ષ સુધીમાં કે કેદની મુદ્દત દરમિયાન દંડ વસૂલ કરી શકાય,મૃત્યુ થતાં મિલકત બોજામાં મુક્ત થઈ જશે નહીં. 

કલમ - 71 : કેટલાક ગુના મળીને બનેલા ગુનાની સજા મર્યાદા. 

  • તે અંગે સ્પષ્ટ જોગવાઈ ન હોય તો ગુનાઓ પૈકી એક કરતાં વધુ ગુનાની સજા થઈ શકશે નહીં. 

કલમ - 72 : કોઈ ગુનેગાર ફેસલામાં કેટલાક ગુનાઓ પૈકી એકમાં દોષિત ઠરેલો હોય તો પણ ગુનાઓ પૈકી ક્યા ગુના માટે એક સરખી સજા ઠરાવેલી ન હોય તો જેની ઓછામાં ઓછી સજા ઠરાવેલી હોય તે ગુના માટે સજા પામશે. 

કલમ - 73 : એકાંત કેદ અંગે. 

  • ગુનેગારને તેની કેદની સજા દરમિયાન એકાંત ત્રણ મહિનાથી વધુ નહીં હોય. જો કેદની મુદત 6 મહિના કરતા વધુ ન હોય તો એકાંત કેદ એક મહિના કરતા વધુ સમય સુધી નહિ હોય. જો કેદની મુદત 6 મહિના કરતા વધુ પરંતુ એક વર્ષ કરતાં ઓછી હોય તો એકાંત બે મહિના કરતા વધુ સમય સુધી નહીં હોય. કેદની મુદત એક વર્ષ કરતા વધુ હોય તો એકાંત કેદ ત્રણ મહિના કરતા વધુ ન હોય. 

કલમ - 74 : એકાંત કેદની મુદત. 

કલમ - 75 : અગાઉ દોષિત ઠર્યા પછી, પ્રકરણ 12 અથવા 17 હેઠળ અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

1500+ piyasi bhabhi whatsapp group links 2020

Suvaran Mudra yojna se kya labh hoga.?