Indian pinal code gujrati & hindi

       STEP : 4 : સામાન્ય અપવાદો 


કલમ - 76 : હકીકત અંગેની ભૂલ 

કલમ - 77 : ન્યાયાધીશે ન્યાયિક કાર્યના ભાગરૂપે કરેલુ કાર્ય. 

કલમ - 78 : ન્યાયાલયના આદેશને આધીન કરેલુ કાર્ય. 

કલમ - 79 : કાયદની ભૂલ. 

કલમ - 80 : કાયદેસર કાર્ય કરવામાં અકસ્માત. 

  • (ગુનાહિત ઈરાદા કે જાણકારી વિના થયેલુ કોઈ કૃત્ય ગુનો બનતો નથી) 

કલમ - 81 : ગુનાહિત ઈરાદા વિના જે કાર્યથી હાનિ થવાની સંભાવના હોય પણ બીજી હાનિ થતી અટકાવવા કરેલા કાર્ય. 

કલમ - 82 : સાત વર્ષથી નાની વયના બાળકનું કૃત્ય. 

કલમ - 83 : સાત વર્ષથી વધુ વયના પંરતુ 12 વર્ષથી ઓછી વયના અપરીપક્વ બાળકનું કૃત્ય. 

  • (તે પ્રસંગનો સાચો ખ્યાલ કરવા સક્ષમ સમજશકિત પરિપક્વ ન થઈ હોય) 

કલમ - 84 : અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય. 

કલમ - 85 : ઈસ્છાવિરૂધ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય કરવા સક્ષમ ન હોય તેવા સંજોગોમાં વ્યક્તિએ કરેલુ કૃત્ય. 

કલમ - 86 : નશામાં હોય એવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ ઈરાદા અથવા જાણકારી હોવાનું આવશ્યક છે. (અંશતઃ માફ છે.) 

કલમ - 87 : સંમતિથી કરેલુ કોઈ કૃત્ય પંરતુ જેનાથી મૃત્યુ કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય કે તેમ થવાનો સંભવ હોવાથી અજાણ હોય તેવા કિસ્સામાં. 

કલમ - 88 : કોઈ વ્યક્તિના ફાયદા માટે મૃત્યુ નિપજાવવાના ઈરાદા વગર તેની સંમતિથી શુધ્ધ બુદ્ધિથી કરેલુ કૃત્ય. 

કલમ -89 : બાળક અથવા પાગલ વ્યક્તિના ફાયદા માટે વાલી કે વાલીની સંમતિથી શુધ્ધબુધ્ધિથી કરેલુ કૃત્ય. 

  • (મૃત્યુ નિપજાવવાનો કે મૃત્યુ નિપજાવવાની કોશિશના ઇરાદા વગર). 

કલમ - 90 : ભય અથવા ખોટા ખ્યાલના લીધેલ આપેલી સંમતિ. 

કલમ - 91 : સંમતિ વિના કોઈ વ્યક્તિના ફાયદા માટે શુધ્ધબુધ્ધિથી કરેલ કૃત્ય. 

કલમ - 92 : કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના પુરા હોંશમા કરેલુ કૃત્ય. 

કલમ - 93 : શુધ્ધબુધ્ધિથી જણાવેલી કોઈ બાબતથી હાનિ થાય એ કારણે ગુનો થતો નથી. 

કલમ - 94 : કોઈ વ્યક્તિને ધમકીથી ફરજ પાડવા અંગેનુ કૃત્ય. 

કલમ - 95 : નજીવી હાનિ થવા સંભવ કૃત્ય. 

કલમ - 96 : ખાનગી બચાવમાં કરેલ કૃત્યો. 

કલમ - 97 : શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક. 

કલમ - 98 : અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓની કૃત્ય સામે ખાનગી બચાવનો હક. 

કલમ - 99 : રાજ્ય સેવક. 

કલમ - 100 : શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોચેં છે. 

કલમ - 101 : એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે. 

કલમ - 102 : શરીરના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેલી બાબત. 

કલમ - 103 : મિલકત ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે. 

કલમ - 104 : એવો હક મૃત્યુ નિપજાવવા સિવાયની બીજા હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે. 

કલમ - 105 : મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત. 

કલમ - 106 : નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક. 

         STEP : 5 : દુષ્પ્રેરણ 

કલમ - 107 : દુષ્પ્રેરણ. 

  • જે વ્યક્તિ કોઈ કૃત્ય કરવા માટે અન્ય વ્યક્તિને ખોટી રીતે ઉશ્કેરે અથવા એક કે વધુ વ્યક્તિઓ સાથે કાવતરામાં સામેલ થાય અને તે કાવતરાને કરવા માટે કોઈ કૃત્ય કરવામાં આવે કે કરવાનુ ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે આવા કિસ્સામાં વ્યક્તિ જે તે કૃત્યનું દુષ્પ્રેરણ કરે છે એમ કહેવાય. 

કલમ - 108 : દુષ્પ્રેરક. 

કલમ - 108A : ભારત બહાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેરણ. 

કલમ - 109 : દુષ્પ્રેરણ કરવાના પરીણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય ત્યારે દુષ્પ્રેરણની શિક્ષા. 

કલમ - 110 : જો દુષપ્રેરક વ્યક્તિ દુષપ્રેરકનો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા. 

કલમ - 111 : એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને જેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષપ્રેરકની જવાબદારી. 

કલમ - 112 : દુષ્પ્રેરીત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ગણાય. 

કલમ - 113 : દુષ્પ્રેરીત કૃત્યથી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરીણામ માટે દુષપ્રેરકની જવાબદારી. 

કલમ - 114 : ગુનો કરવામાં આવે ત્યારે દુષપ્રેરકની હાજરી. 

કલમ - 115 : મોત અથવા આજીવન કેદની સજાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરકના પરીણામે ગુનો કરવામાં આવ્યો ન હોય એવા દુષપ્રેરકની સજા અંગે આ અધિનિયમમાં સ્પષ્ટ જોગવાઈ ન હોય તો સાત વર્ષ સુધીની બેમાંથી એક પ્રકારની કેદ અને દંડ પાત્ર અને પરિણામ વ્યથા નિપજાવનારૂં હોય તો દુષ્પ્રેરકને 14 વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની સજા અને દંડ થશે. 

કલમ - 116 : કેદની શિક્ષાને પાત્ર ગુનાનું દુષ્પ્રેરણ,જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો. 

કલમ - 117 : લોકોને અથવા દસથી વધુ વ્યક્તિઓને ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરવા બાબત. 

કલમ - 118 : મોત અથવા જન્મટીપની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છૂપાવવા બાબત. 

કલમ - 119 : રાજ્ય સેવક દ્વારા ગુનો થતો અટકાવવાની ફરજ હોય પરંતુ ગુનો કરવાની યોજના છૂપાવવા અંગે. 

  • ગુનો કરવામાં આવે તો ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ 1/2 મુદત સુધીની કેદ કે દંડ કે બન્ને સજા કરાશે. પંરતુ જો ગુનો કરવામાં ન આવે તો ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ 1/4 મુદતની કેદ કે દંડ બન્ને સજા કરાશે. પંરતુ જો ગુનો મોતની સજા પાત્ર હોય તો દસ વર્ષ સુધીની કેદની સજા કરાશે. 

કલમ - 120 : કેદની સજાપાત્ર ગુના અંગે છૂપાવવા અંગે. 

  • જો ગુનો ન કરવામાં આવે તો 1/8 મુદત સુધીની કેદ અથવા તે ગુના માટે ઠરાવેલા દંડ કે બન્ને સજા થશે. પરંતુ જો ગુનો કરવામાં આવે તો ગુના માટે ઠરાવેલી મુદતના વધુમાં વધુ 1/4 મુદત સુધીની કેદ અથવા તે ગુના માટે ઠરાવેલા દંડ કે બન્ને સજા થશે. 

  STEP : 5-A : ગુનાહિત કાવતરું 

કલમ - 120-A : ગુનાહિત કાવતરાની વ્યાખ્યા. 

  • બે અથવા બેથી વધુ વ્યક્તિઓ કોઈ ગેરકાયદેસર કૃત્ય કરે અથવા તે અંગે સંમત થાય અથવા ગેરકાયદેસર સાધનો દ્વારા ગેરકાયદેસર ન હોય તેવુ કૃત્ય કરવા અંગે સંમત થાય. 

  STEP : 6 : રાજ્ય વિરુદ્ધના ગુના 

કલમ - 121 : ભારત સરકાર સામે યુદ્ધ કરવા કે યુધ્ધ કરવાની કોશિશ કરવા કે યૂધ્ધ કરવાનું દુષ્પ્રેરક કરવા અંગે. 

  • (આજીવન કેદ અથવા મોતની સજા અને દંડ પાત્ર) 

કલમ - 121A : કલમ 121 મુજબ સજાપાત્ર ગુનો કરવાના કાવતરા અંગે. 

  • આજીવન કેદ કે દસ વર્ષની સજા અને દંડપાત્ર

કલમ - 122 : ભારત સરકાર સામે લડાઇ કરવાના ઈરાદાથી શસ્ત્રો એકઠા કરવા અંગે. 

  • (આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની કેદ અને દંડપાત્ર સજા કરાશે).

કલમ - 123 : લડાઇની યોજનામાં સરળતા કરી આપવાના ઈરાદાથી તે છૂપાવવા બાબત. 

Ñ faz isso vou perder vc no meu feici.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

1500+ piyasi bhabhi whatsapp group links 2020

Indian IPC kalmo gujrati & hindi me

Virat kohli ke records